જેની પાસે કૂંચી , એની વાત ઉંચી
વર્તમાન સમયમાં આજે ઘણું બધું બદલાઈ રહ્યું છે. સંસ્કાર, સંસ્કૃતિ, વિવેક બધું જ આ
સમયે સાથે બદલાઈ રહ્યું છે, સંબંધો માત્ર
સ્વાર્થ પૂરતા મર્યાદિત બની ગયા છે. લાગણી અને મમત્વ
સંબંધોમાં પહેલાના સમયમાં હતું, એવું આજે ભાગ્ય જ જોવા મળે છે. વ્યવહાર કુશળતા કેળવતા કેળવતા ક્યાંક આપણે આજે
નિસ્વાર્થ પ્રેમ ને અવગણી રહ્યા છીએ. એ નિસ્વાર્થ
પ્રેમ એટલે માત પિતા તરફથી વહેતુ અવિરત પ્રેમ ઝરણું. આજે જ્યારે વધતા જતા વૃદ્ધાશ્રમ પર એક નજર
કરવામાં આવે, ત્યારે એવું લાગે કે આ
ભણતર કઈ દિશામાં જય રહ્યું છે.? નાનપણથી મોટા થઈ સમાજમાં કંઈક પ્રતિષ્ઠા મેળવી
અને લગ્ન કરવા સુધી, માતા-પિતા એ પોતાના
પ્રાણથી પણ વધારે પ્રેમ એ સંતાનો ને કરેલ હોય છે. દીકરો હોય કે
દીકરી બંને માટે પ્રેમ તો એક સમાન હોય છે. બધું જ પોતાના
સંતાનો ઉપર લૂંટાવી દેતા હોય છે. એટલે કદાચ માતા-પિતા નો પૂનમ થી પૂનમ સુધીનો વારો
દીકરાઓ વચ્ચે થતો હોય છે.
ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ વાત કહેતા, “જેની પાસે કૂંચી , એની વાત ઉંચી” . આ સમાજમાં જો તમારી પાસે ધન સંપત્તિ હશે, તો જ લોકો તમારી પાસે આવશે. એ પછી તમારા પોતાના સંતાનો જ કેમ ના હોય. ઘરે રહેલી તિજોરી ની ચાવી એટલે કૂંચી. એ કૂંચી જેની
પાસે હોય એને બધા લોકો પૂછી પૂછીને કાર્ય કરતા હોય છે. અને જેની પાસે એ ચાવી નથી તેને કોઈ પૂછુંતું
પણ નથી. એટલે કહેવાય છે કે ‘નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ’. તમારી
પાસે પૈસા હશે તો દીકરો –વહુ, દીકરી – જમાઈ, બધા લોકો તમને પ્રેમથી બોલાવશે, તમારા ખબર અંતર પૂછશે, નહીં તો ઘરમાં પડેલા જુના ફર્નિચર ની જેમ તમે
એક ખૂણામાં પડ્યા રહેશો.
શાંતા કાકી અને પરિમલ કાકા ને બે દીકરાઓ હતા અને એક દીકરી હતી. પરિમલ કાકા સરકારી કર્મચારી હતા. પોતાના દીકરાઓને ખૂબ લાડ-પ્યાર થી મોટા કર્યા. દીકરીના લગ્ન
ખૂબ જ ધામધૂમથી કર્યા અને પોતાનાથી બનતું બધું જ દીકરીને આપ્યું. દીકરાઓ ઉંમરલાયક થયાં સારા ભણાવ્યા હતા એટલે
સારી નોકરી મળી પછી બંનેના લગ્ન કર્યા અને ખૂબ જ પ્રેમથી બહુ ને ઘરે લાવ્યા. થોડો સમય બધું જ ખુબ જ સરસ રીતે ચાલતું હતું. હવે કાકા નિવૃત્ત થયા એટલે પેન્શન ફંડ ના બધા
જ રૂપિયા એક સાથે પરિમલ કાકા ને મળી ગયા કાકા અને કાકી દીકરાઓને સાથે જ રહેતા હતા. તેમની માટે બંને દીકરા પોતાની આંખોના તારા હતા. નિવૃત્ત થતાંની
સાથે જ પરિમલ કાકાએ એક નિર્ણય કર્યો. પોતાની પાસે
રહેલી બધી જ સંપત્તિ દીકરા અને દીકરીને સરખા પ્રમાણમાં વહેંચી દીધી. અને પોતાની પાસે કશું જ રાખ્યું નહીં. પરમ મિત્ર જીગરભાઈ એમને એવું કહ્યું કે કાકા
થોડી સંપત્તિ તમે તમારા માટે પણ રાખો. સમય રોજ સરખો
હોતો નથી. પરંતુ કાકાએ એની વાત માની નહીં. સંપત્તિ મળતાની સાથે જ બધા બહુ જ ખુશ થયા. થોડા વખત પછી બંને દીકરાઓ અલગ થઈ ગયા. જ્યારે રસોડા જુદા થાય છે, ત્યારે વ્યક્તિના મન પણ જુદા થાય છે. એટલે પહેલાના સમયમાં ઘરમાં ગમે એટલા વ્યક્તિ
રહેતા હોય પરંતુ રસોડું એક જ હોય છે. હવે પ્રશ્ન આવ્યો
કે કાકા કાકી કોની સાથે રહે? પહેલા મોટા
દીકરા સાથે રહ્યા, થોડા ટાઈમ પછી નાના
દીકરા સાથે રહ્યા, એટલે કે દર છ મહિને કાકા
કાકી એક દીકરાના ઘરે થી બીજા દીકરાના ઘરે જવું રહ્યું. કાકાનું અવસાન થયું હવે રહ્યા હતા કાકી, કાકી નો સ્વભાવ થોડો આકરો. કાકા હતા ત્યારે તો એમને શાંત કરતા. પરંતુ હવે ઘરમાં વહુ સાથે કાકી ને બહુ ફાવે નઈ. એટલે હવે કાકી નો વારો બહુ જલદી બદલ. પછી અંતે એવું
નક્કી થયું કે કાકી ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, એટલે કાકી એવું
બોલ્યા કે આ ઘર મારું છે. ત્યારે વહુ અને
દીકરાએ એવું કીધું કે આ ઘર તમારું નથી અમારું છે. ત્યારે કાકી ના
પગ નીચેથી જમીન ખસી ગઈ. બીજે દિવસે
સવારે કશું બોલ્યા વગર, કોઈને કહ્યા વગર
કાકી ક્યાંક જતા રહ્યા. સમાજ નીશરમ પણ
છોકરાઓએ રાખી નહીં, અને એમને ગોતવા ના એક પણ
પ્રયત્ન કર્યા નથી.
ધન અને સંપત્તિ બધું અહીં જ રહી જવાનું છે. કોઈ પણ માણસ એને
સાથે ક્યાંય લઈ નથી જતું. પરંતુ કોઈના પર
કરવામાં આવતો આંધળો વિશ્વાસ આપણને જ દુઃખ દેતું હોય છે. માતા-પિતાની હયાતી પછી એમની પાસે રહેલી દરેક
સંપત્તિ એમના સંતાનોને જ મળવાની હોય છે. તેમ છતાં
ઉતાવળથી આપી દેવામાં આવેલી સંપત્તિ ના પરિણામો અશ્રુ ભીના હોય છે. જો શાંતિ કાકી અને પરિમલ કાકાએ પોતાની પાસે
બધી જ સંપત્તિ રાખી હોત અને જરૂર પડી એ દીકરાઓને થોડી થોડી આપી હોત તો કદાચ એમને આ દુઃખ ભોગવવું પડત નહિ. વધતા જતા ભણતરની
સાથે પારિવારિક મૂલ્યો ઘટતા જાય છે.
શાસ્ત્રીજી મહારાજ ચાલુ કરેલ આ ગુરુકુળ પરંપરા અને વર્તમાન સંતો ના પ્રયત્નોથી
આજે આ ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થીઓ મોટાભાગે આવું વર્તન પોતાના માતા-પિતા સાથે
કરતા નથી.
ભગવાન સ્વામિનારાયણ દરેકને
આ સ્વાર્થી સમયમાં પોતાના માતા-પિતા નું આદર કરવાની સમજણ અને આ ભ્રમણ પરિસ્થિતિમાં
ટકી રહેવાનું બળ આપે.
ये तो सच है की भगवान है , है मगर फिर भी
अन्जान है;
धरती पे रूप माँ-बाप का, उस विधाता की
पहचान है.
- - પાર્થ દવે.
C Copyrights Reserved
Nice...very nice....,સાચે જ....ભાગયેજ માતા પિતા કોઈને મળે છે,....🥰😘
ReplyDelete